સૌરાષ્ટ્ર

પંચાસીયા સહકારી મંડળીમાં શાંતિપૂર્ણ 97.86 ટકા મતદાન થયું

પંચાસીયા સહકારી મંડળીમાં આજે યોજાયેલી ચૂંટણીમાં 97.86 ટકા શાંતિપુર્ણ મતદાન થયું છે.

આજે વાંકાનેર તાલુકાના પંચાશીયા ગામમાં આવેલી શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી.ની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં કુલ 610 મતદારોમાંથી 597 મતદારોએ પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો હતો એટલે કે કુલ 97.86 ટકા મતદાન થયું છે.

આ લખાય છે ત્યારે મત ગણતરી શરૂ થઈ ચૂકી છે, ગણતરીમાં ખાસો સમય જશે કેમ કે એક મતદારે કુલ 15 મત આપવાના હોય છે અને એ જે ઉમેદવારને મત આપે તે નોંધવાનું હોવાથી વધુ સમય લાગે છે. આમ છતાં દિ આથમ્યા સુધીમાં પરિણામ આવી જવાની ધારણા છે.

આ સમાચારને શેર કરો