વાંકાનેર: પંચાસીયા દૂધ મંડળીની ચૂંટણી બિનહરિફ થઇ…!!!


વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે દૂધ મંડળી ચૂંટણીનું જાહેરનમું તા. 5/7/2024ના રોજ પ્રસિદ્ધ થયું હતું. જેમને અનુસંધાને કુલ 15 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા જેમાંથી એક ફોર્મ રીજેક્ટ થયું અને ત્રણ ફોર્મ પરત ખેંચતા દરેક વિભાગમાં કોઈ હરીફ ન રહેતા ચૂંટણી બિન હરીફ થઈ ગઈ છે.

મળેલી માહિતી મુજબ આજે પંચાસિયા દૂધ મંડળીમાં ફોર્મ પાછા ખેંચવાના સમયે સાડા ચાર વાગ્યે પૂરું થતાં દરેક વિભાગમાં કોઈ હરીફ ઉમેદવાર ન રહેતા ચૂંટણી અધિકારીએ રહેલા તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરેલ છે. જ્યારે મહિલા અનામત અને અનુચિત જાતિ જનજાતીમાં માં કોઈ ઉમેદવાર ન હોવાથી આ બંને બેઠક ખાલી રહી છે. આમ માજી સરપંચ હુશેનભાઈ બાદી અને ગુલામ પટેલની પેનલના 11 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયેલ છે.
બિનહરીફ ચૂંટાયેલા સભ્યો :-
1) ખોરજીયા યુનસ માહમદ
2) બાદી હુશેન વલી
3) બાદી ઉસ્માન રહીમ
4) બાબરીયા દિનેશ શામજી
5) કડીવાર ઇલ્મુદીન રહીમ
6) બાદી યાકુબ હુશેન
7) માથકીયા ગુલામરસુલ ઉસ્માન
8) માથકીયા ઈરફાન રહીમ
9) માથકીયા ઈદ્દીશ નુરમામદ
10) શેરસીયા ઈલ્મુદ્દીન જલાલ
11) ખોરજીયા યુનુસ અમી

