“કામ બોલે છે”: કુલસુમબેન બાદીના કાર્યકાળમાં આસોઈ નદી પર તૂટેલો કોઝવે તાત્કાલિક રિપેર, બાદમાં પુલનું સ્વપ્ન સાકાર

પંચસિયા વિસ્તારની ચૂંટણીમાં “કામ બોલે છે” નો નારો માત્ર શબ્દો સુધી સીમિત નથી રહ્યો, પરંતુ કુલસુમબેન અકબરભાઈ બાદીના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસકાર્યો આજે પણ જીવંત ઉદાહરણ તરીકે લોકો સામે ઉભા છે. વર્ષ 2015 થી 2020 દરમિયાન રાતીદેવડી જિલ્લા પંચાયત સીટ પરથી ચૂંટાઈ આવ્યા બાદ તેમણે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા અનેક સમસ્યાઓનો અસરકારક ઉકેલ લાવ્યો હતો.
આ સમયગાળા દરમિયાન એક યાદગાર ઘટના એ રહી જ્યારે ઈદના તહેવારના માત્ર બે દિવસ પહેલા ભારે વરસાદના કારણે રાતીદેવડી પાસે આસોઈ નદી પર આવેલ કોઝવે તૂટી ગયો હતો. પરિણામે પંચાસીયા અને વાંકીયા ગામો વાંકાનેરથી સંપૂર્ણ રીતે વિખૂટા પડી ગયા હતા, અને લોકો માટે અવરજવર મુશ્કેલ બની ગઈ હતી.
આ પરિસ્થિતિમાં કુલસુમબેન બાદીના પતિ અકબરભાઈ બાદીએ તાત્કાલિક પગલાં લઈ કોઝવે પર રેતી, ગળા અને તાસ નાખીને રસ્તો શરૂ કરાવ્યો. માત્ર એક રસ્તો નહીં, પરંતુ લોકોના જીવન સાથે જોડાયેલો સંબંધ ફરીથી સ્થાપિત કરવાનો આ પ્રયાસ હતો.
ખાસ કરીને, ગામની દીકરીઓ જે સાસરે હતી, તેઓ ઈદના પવિત્ર તહેવારે પોતાના પિયરમાં આવી શકે તે માટે આ તાત્કાલિક રિપેર કાર્ય કરાવવામાં આવ્યું હતું. આ માનવીય સંવેદનાથી ભરેલી કામગીરીએ લોકોના દિલમાં કુલસુમબેન અને તેમના પરિવાર માટે વિશેષ સ્થાન ઉભું કર્યું.
આ ઘટનાએ અકબરભાઈ બાદીના મનમાં એક મક્કમ સંકલ્પ જગાવ્યો કે કોઈપણ પરિસ્થિતિમાં આસોઈ નદી પર કાયમી પુલ બનવો જ જોઈએ. તેમણે આ દિશામાં સતત પ્રયત્નો કર્યા અને કાર્યકાળ પૂર્ણ થતાં પહેલાં આ સ્થળે પુલનું નિર્માણ પણ પૂર્ણ કરાવ્યું.
રાતીદેવળી પાસે આસોઈ નદી પર બનેલ પુલ
આ સમગ્ર ઘટના આજે પણ વિસ્તારના લોકો માટે જીવંત સાબિતી છે કે કુલસુમબેન બાદી માટે વિકાસ માત્ર વચનો સુધી મર્યાદિત નથી, પરંતુ વાસ્તવિક કાર્ય દ્વારા લોકોના જીવનમાં ફેરફાર લાવવાનો પ્રયાસ છે. તેથી જ લોકો વચ્ચે આજે પણ એક જ વાત ગુંજે છે.
“કુલસમબેનના કામ બોલે છે.”
આ સમાચાર શેર કરો

Follow Us on