રાજકીયવાંકાનેર

પીરઝાદાની જંગી સભા: પંચાસર–વઘાસિયામાં કોંગ્રેસના ઉમેદવારો માટે મોટી લીડની અપીલ

પંચાસર અને વઘાસિયા ગામોમાં કોંગ્રેસનો પ્રચાર હવે વધુ તેજ બની રહ્યો છે. અહીં યોજાયેલી ચૂંટણી સભામાં પૂર્વ ધારાસભ્ય પીરઝાદાએ ઉપસ્થિત રહીને જિલ્લા પંચાયતના ઉમેદવાર કુલસુમબેન અકબરભાઈ બાદી અને તાલુકા પંચાયતના ઉમેદવાર ઘનશ્યામસિંહ ઝાલા માટે મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી.
સભાને સંબોધતા પીરઝાદાએ જણાવ્યું હતું કે આ ચૂંટણી વિકાસ અને વિશ્વાસની છે, અને બંને ઉમેદવારો પાસે અનુભવ તેમજ સેવા ભાવના છે. તેમણે મતદારોને અનુરોધ કર્યો કે પંચાસીયા જિલ્લા પંચાયત સીટ અને પંચાસર તાલુકા પંચાયત સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારોને મોટી લીડ સાથે વિજય બનાવે, જેથી વિસ્તારના વિકાસને વધુ ગતિ મળી શકે.
આ પ્રસંગે સ્થાનિક તેમજ તાલુકા કક્ષાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ લોકોમાં કોંગ્રેસ પક્ષ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરી મતદાન કરવા અપીલ કરી હતી, જેના કારણે સભામાં ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો.
ઉમેદવારો કુલસુમબેન બાદી અને ઘનશ્યામસિંહ ઝાલાએ પણ પોતાના સંબોધનમાં મતદારોને વિશ્વાસ આપ્યો કે તેઓ ચૂંટાયા બાદ હંમેશા લોકો સાથે રહીને વિસ્તારના પ્રશ્નોને પ્રાથમિકતા આપશે અને વિકાસના કામોને સતત આગળ વધારશે.
સભા દરમિયાન જોવા મળેલી ભારે હાજરી અને લોકોનો પ્રતિસાદ દર્શાવે છે કે પંચાસીયા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારો માટે સકારાત્મક લહેર બની રહી છે.
આ સમાચારને શેર કરો