વાંકાનેરશૈક્ષણિક

વાંકાનેર: પંચાસર પ્રાથમિક શાળામાંથી શિક્ષક દંપતીની બદલી થતા શાળા પરિવાર અને બાળકો હિબકે ચડયા…

વાંકાનેર તાલુકામાં 2009 થી સતત કાર્યરત એવા શિક્ષક દંપતી કોવડિયા આબિદઅલી અને તેમના પત્ની પટેલ સાબેરાબાનું પોતાની કર્મનિષ્ઠતાના સતત દર્શન કરાવતા. આબિદઅલી વાંકાનેર તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી તરીકે સરાહનીય કામગીરી કરતા. તે આ અગાઉ શિક્ષક અને સીઆરસીની પદવી પણ મેળવી સારી કામગીરી કરેલ.

આજે આ બંને દંપતી પંચાસર પ્રાથમિક શાળામાંથી પોતાના વતન પાટણમાં બદલી કરાવી જઈ રહ્યા હોય ત્યારે તેમની સાથે નોકરી કરેલ અને હાલ કરતા તમામ શિક્ષકો અને બાળકો રડી પડ્યા હતા. આ તકે વાંકાનેર તાલુકા શિક્ષક સંઘ, બીઆરસી અને સીઆરસી મિત્રો, પ્રાથમિક શાળાના આચાર્યો તેમને વતન જવાની અને ઉજ્જવલ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.

આ સમાચારને શેર કરો