ટંકારા: સાવડી ગામ પાસે કુતરૂ આડુ ઉતરતા આર્ટિગા કાર પલ્ટી, બેના મોત ચારને ઇજા

By Jayesh Bhatasana (Tankara). ટંકારાના જામનગર રોડ પર સાવડી ગામ નજીક હાઈવે પર કુતરૂ આડુ ઉતરતા નવે નવી આટિગા કાર પલ્ટી ખાઈ જતા વડોદરા થી દ્રારકાધિશ ના દર્શને જતા પતિ પત્ની ના મોત ચાર ને ઇજા પહોંચતા 108 દ્વારા સારવાર માટે રાજકોટ દાખલ કર્યો
બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા લતીપર રોડ ઉપર આવેલ સાવડી ગામ ના વળાંક મા આજે સવારે ચારેક વાગ્યાના સુમારે વડોદરા થી દર્શન કરવા દ્રારકા જતા હતા ત્યારે રોડ આડે કુતરૂ ઉતરતા સ્ટેરીગ પર કાબુ ગુમાવી દેતા નવે નવી અટિંગા કાર પલ્ટી ખાઈ ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં વિક્કીભાઈ જગદીશભાઈ ચૌહાણ અને તેની પત્ની રાધિકાબેન વિક્કીભાઈ ચૌહાણ નુ ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે અનિલભાઈ મોરી. દક્ષાબેન અનિલભાઈ મોરી. આર્યબેન ચૌહાણ. ચંદનબેન રમેશભાઈ મોરી ને ગંભીર ઇજા પહોંચી હોય ટંકારા 108 ના emt.વલ્લભભાઈ લાઠીયા ચાલુ સારવાર કરી પાયલોટ કેતનસિંહ જાડેજા ની મદદથી રાજકોટ ખસેડાયા હતા.

