Placeholder canvas

વાંકાનેર તાલુકામાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન

ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા તારીખ ૧૮.૪.૨૦૨૨ થી તારીખ ૨૨.૪.૨૦૨૨ દરમ્યાન દરેક તાલુકા માં બ્લોક હેલ્થ મેળો યોજવાનું આયોજન કરેલ છે. તે અંતર્ગત વાંકાનેર તાલુકામાં સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે તારીખ ૨૧.૪.૨૦૨૨ ના રોજ બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

વાંકાનેર વહીવટી તંત્ર,તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને સરકારી હોસ્પિટલ વાંકાનેરના તંત્ર દ્વારા આ બ્લોક હેલ્થ મેળાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવે છે.

આ બ્લોક હેલ્થ મેળામાં નીચેમજબની આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવ છે. (૧)યુનિક હેલ્થ આઈ.ડી. કાર્ડ કાઢી આપવામાં આવશે. (૨)PMJAY કાર્ડ કાઢી આપવામાં આવશે.જેનો લાભ લેવા માટે લાભાર્થીનું આધારકાર્ડ,રેશનકાર્ડ અને આવકનો દાખલો સાથે લાવવાનો રહેશે.આ કાર્ડ વ્યકિતગત કાઢ વાનું હોવાથી દરેક લાભાર્થીએ હાજર રહેવું. (૩) જુદાજુદા તજજ્ઞદ્વારા વિવિધ રોગોની સારવાર આપવામાં આવશે. (૪) લેબોરેટરી સેવાઓ અને મફત દવાઓ આપવામાં આવશે,વધુ સારવાર માટે દર્દીને રેફરલ સેવાઓ આપવામાં આવશે. (૫) ચેપી–બિનચેપી રોગોનું નિદાન અને સારવાર. (૬) હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મારફત આપવામાં આવતી સેવાઓ.

આ ઉપરાંત કુટુંબ કલ્યાણ,રસીકરણ,વાહકજન્ય રોગો, ટી.બી.રોગની જાણકારી આપવામાં આવશે.

આ સમાચારને શેર કરો