કડીવાર મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્રારા ‘મધર-ડે’ પર ખાસ ‘મધર’ માટે ફ્રી નિદાન કેમ્પ

રાજકોટની જાણીતી કડીવાર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા મધર ડે નિમિત્તે એટલે કે આગામી રવિવાર, તા.7/5/2022ના રોજ (સવારે 10થી બપોરે 1:30 સુધી) મહિલા (મધર) માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં પ્રસુતિ તથા સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ. શાહનાબેન જીંદાણી (એમ. એસ. (ગાયનેક) સેવા આપશે.

આ ઉપરાંત આ કેમ્પમાં ડૉ.હીરલબેન પટેલ દ્રારા પ્રેગનન્સી દરમ્યાન અને પછી વજન તથા હેલ્ધી મધર અને ચાઈલ્ડ માટે ખોરાકનું માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ ડૉ.કરિશ્માબેન સોલંકી (એમ.પી.ટી. (ફીઝીયોથેરાપીસ્ટ) ગર્ભાશયની કાર્યશકિતની કસરત એરોબીક કસરત (ચેર એરોબીક કસરત) બ્રેથિંગ કસરત પોસ્ટ પ્રેગનેન્સી (વજન ઘટાડવાની કસરત) પોસ્ટ પ્રેગનેન્સી(કમરના દુખાવાની કસરત) વિશે માર્ગદર્શન આપશે તેમજ શીખવવામાં આવશે.

આ કેમ્પમાં ગાયનેક વિભાગમાં આવનાર દરેક મહિલાનું નિદાન ફ્રી મા કરી આપવામાં આવશે તેમજ આ કેમ્પમાં જરૂર પડીએ સોનોગ્રાફી પણ વિનામુલ્યે કરી આપવામાં આવશે. જ્યારે નોર્મલ ડીલીવરી તથા જરૂર પડયે સીઝેરીયન ડીલીવરી રાહતદરે કરી આપવામાં આવશે. ગર્ભાશયની કોથળીના ઓપરેશન ફકત ૧૫,૦૦૦ રૂ. તેમજ દુરબીનથી થતા બધા ઓપરેશન રાહતદરે કરી આપવામાં આવશે. વ્યંધત્વ ને લગતુ સચોટ નૌદાન તથા આઈ.યુ.આઈ. ની સુવિધા પણ મળશે.

આ કેમ્પમાં નિદાન કે સારવાર મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. રજીસ્ટ્રેશન કરાવવા માટે 84697 86933 પર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવવુ… તેવુ કડીવાર મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના મેડિકલ ડાયરેકટર ડૉ. શહેનાઝ કડીવારે જણાવ્યું છે.

કેમ્પનું સ્થળ:- “કડીવાર મલ્ટીસ્પેશયાલીટી હોસ્પિટલ”
ગાયત્રીધામ સોસાયટી,જકાતનાકા અને માધાપર ચોકડી વચ્ચે,જામનગર રોડ, રાજકોટ.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો….

https://chat.whatsapp.com/CHRcdf3A9ymG3TS54CvHjf

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો