ગુજરાતની પ્રથમ રાજકોટ એઇમ્સમાં આવતીકાલથી ઓપીડી શરૂ થશે.

  • રાજકોટના ખંઢેરી પાસે 200 એકરમાં 1200 કરોડના ખર્ચે એઈમ્સ બની રહી છે
  • રાજ્યની પ્રથમ એઇમ્સ હોસ્પિ.માં કાલથી 5 વિભાગના તબીબોથી OPD શરૂ
  • ન્યુરોસર્જરી, હાર્ટસર્જરી એન્જિયોપ્લાસ્ટી, પેડિયાટ્રિક સહિત 8 સુવિધા

ગુજરાતની પ્રથમ એઇમ્સમાં આવતીકાલથી ઓપીડી શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. 31 ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા એઈમ્સનું સમયસર કામ પૂરું કરી દેવા માટે વારંવાર તાકીદ કરવામા આવી હતી. આમ છતાં કામગીરી અધૂરી રહી છે અને પૂરતાં સાધન પણ આવ્યાં નથી. આમ છતાં એઈમ્સમાં પાંચ વિભાગના તબીબો દ્વારા આવતીકાલથી ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રવાસીઓને હવે ઘરઆંગણે જ આરોગ્યને લગતી સેવાઓ મળી રહેશે. ન્યુરોસર્જરી, એન્જિયોપ્લાસ્ટી, હાર્ટ સર્જરી, પેડિયાટ્રિક સહિત 8 સુવિધા ઉપલબ્ધ થશે.

રાજકોટ એઈમ્સમાં OPD એટલે બાહ્ય રોગ વિભાગ શરૂ થઇ રહી છે ત્યારે બુધવારે નોન- એકેડેમિક સિનિયર રેસિડેન્ટ ડોક્ટરની ભરતીમાં નિમણૂક પામેલા 17 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં પીડીયુ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા તબીબોનો પણ સમાવેશ કરવામાં આવ્યા છે.રાજ્યના કોઇ પણ શ્રેષ્ઠી પછી તે મુખ્યમંત્રી હોય કે પછી સાંસદો અને ધારાસભ્યો તમામને તબીબી સારવારની જરૂર હશે તો બધા મુંબઇ અને દિલ્હી જવાના બદલે સીધા રાજકોટની એઈમ્સમાં આવશે. એઇમ્સમાં દર્દીની તપાસ માત્ર 10 રૂપિયામાં તેમની તપાસ થઇ જશે અને પછી નિદાન માટે નિમ્ન શુલ્કમાં રિપોર્ટ કરાશે. આ ઉપરાંત જો દાખલ થવાની નોબત આવે તો માત્ર 375 રૂપિયામાં દસ દિવસ જનરલ વોર્ડ અને બે લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ સિવાય અનેક સુવિધાઓ મળશે. ગરીબો માટે આશીર્વાદરૂપ એક દિવસના બેડનું ભાડું રૂ.35 પ્રતિદિન રહેશે.

હવે આવતીકાલે એઈમ્સના ડાયરેક્ટર શ્રમદીપસિંહા અને કોચ દ્વારા એઈમ્સની ઓપીડી ખુલ્લી મૂકશે અને ત્યાર બાદ દર્દીઓને તપાસી નિદાન કરી જરૂરી દવાઓ આપવામાં આવશે. જોકે ઓપરેશન હાલના સમયે શરૂ નહીં થઇ શકે પરંતુ ઓપરેશન થિયરેટર તૈયાર થયા બાદ જરૂરી ઓપરેશનો કરવામાં આવશે.

આ સુવિધા ઉપલબ્ધ થશે
ન્યુરોસર્જરી
એન્જિયોપ્લાસ્ટી
હાર્ટ સર્જરી
ની રિપ્લેસમેન્ટ
પેડિયાટ્રિક સર્જરી
બાયપાસ
ટ્રાન્સપ્લાન્ટ
કેન્સર સર્જરી

આ સમાચારને શેર કરો