Placeholder canvas

મોરબી જિલ્લામાં લગ્ન સમારંભમાં માત્ર 50 લોકોની છૂટ, રાજકીય, સામાજીક,ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ

અંજની પ્લાઝાના લુક, લે-આઉટ અને સુવિધામાં ધરખમ ફેરફાર

મોરબી : રાજ્યમાં કોરોના સંક્રમણનું જોખમ વધતા ગુજરાત હાઇકોર્ટે આપેલ સૂચન મુજબ ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા કોરોના અંગે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને આજે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો અમલ તા. 14થી 30 એપ્રિલ સુધી કરવાનો રહેશે. જાહેરનામા દર્શાવેલ નિયમો નીચે મુજબ છે.

  • લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 50થી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહિ.
  • રાત્રિ કર્ફ્યુ અમલમાં છે ત્યાં કર્ફ્યુમાં સમયની અવધી દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહિ.
  • મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધી / ઉત્તરક્રિયામાં 50થી વધારે વ્યક્તિ એકત્ર થઇ શકશે નહીં.
  • જાહેરમાં રાજકીય/સામાજીક/ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે.
  • એપ્રિલ તથા મે માસ દરમ્યાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં તથા જાહેરમાં લોકો એકત્ર થઇ શકશે નહી. તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે.
  • સરકારી અર્ધ સરકારી બોર્ડ કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી રાખવાની રહેશે અથવા અલ્ટરનેટ ડેએ કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં.
  • મોરબી જિલ્લાનાં તમામ ધાર્મિક સ્થાનો તા. 30.04.2021 સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા-વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો-પૂજારીશ્રીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામાં આવે તે સલાહભર્યું છે. શ્રધ્ધાળુઓને પણ ધાર્મિસ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામાં આવે છે.
  • ગૃહ વિભાગના હુકમથી આપવામાં આવેલ અન્ય સુચનાઓ યથાવત રહે છે.

આ દરમિયાન કોવિડ સબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કેન્દ્રીય મંત્રાલયો અને રાજય સરકારના મંત્રાલયોના વખતોવખતના હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે અને તમામનો ચુસ્ત રીતે અમલ કરવાનો રહેશે. આ જાહેરનામાનું અસરકારક અમલીકરણ તમામ લોકોએ કરવાનું રહેશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LC90we6qAfoJHF0t6wYIqj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો