વાંકાનેર: મકાન બનાવવા માટે રૂપિયાની લાલચ આપી મહિલા પાસેથી રૂપિયા પડાવ્યા
વાંકાનેરમાં મહિલાને મકાન બનાવવા માટે 16 લાખ રૂપિયાની લાલચ આપી આરોપીએ મહિલા પાસેથી ઓનલાઇન રૂપિયા પડાવી છેતરપિંડી કર્યાની ફરીયાદ નોંધાઈ છે.
આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર નવાપરા આર્શીવાદ પેટ્રોલપંપ પાસે રહેતા નજમાબેન નાશીરભાઈ શાહમદાર એ આરોપી ફેસબુક આઈડી એકાઉન્ટ Harsha sai પ્રોફાઈલ લીંક વાળા અજાણ્યો ઈસમ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે કે ફરિયાદીને મકાન બનાવવા માટે આરોપીએ રૂપિયા 16 લાખ આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી ઓન લાઇન મોબાઇલ તથા કયુ.આર કોડ તથા એકાઉન્ટ વોટસેપમા મોકલી તેમા જુદી-જુદી તારીખે કુલ રૂ.36 હજારની ટ્રાન્સફર કરાવી તેઓને સોળ લાખ કે ઓન લાઇન ટ્રાન્સફર કરેલ રકમ પાછી નહી આપી ફરિયાદી સાથે છેતરપીડી કરી હોવાની ફરિયાદ નોધાવી છે.