આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ…


ગુજરાતમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ સારૂં શિક્ષણ મળી રહે તે માટે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાની 27 આદર્શ નિવાસી શાળાઓ ચલાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, નિવાસ, ભોજન, ગણવેશ, બુટ-મોજા અને સ્ટેશનરી સહિતની સગવડો વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે. વર્ષ 2022-23માં આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. જે 31 મે સુધી શરૂ રહેશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ www.esamajkalyan.

gujarat.gov.in પર અરજી કરવાની રહેશે. પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી તેમજ અન્ય સુચનાઓ ઓનલાઈન પ્રસિધ્ધ કરવામાં આવશે. તેમજ મેરીટમાં સ્થાન પામેલાં ઉમેદવારોને પ્રમાણપત્ર ચકાસણી અંગે એસ.એમ.એસ અને ઈ-મેઈન મારફત જાણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કુમારોની આદર્શ નિવાસી શાળા નારાયણ રેસિડેન્સી સામે, કણકોટ માર્ગ, કાલાવાડ રોડ ખાતે આવેલી છે. આ અંગેની વધુ માહિતી માટે નાયબ નિયામક અનુજાતિ કલ્યાણની કચેરી 6/1 બહુમાળી ભવન રેસકોર્ષ પાસે, રાજકોટનો સંપર્ક સાધવાનો રહેશે.

આ સમાચારને શેર કરો