Placeholder canvas

ડો.બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં 30મી સુધી ઓનલાઇન પ્રવેશ મેળવી શકાશે

વાંકાનેર ખાતે કાર્યરત યુનિવર્સિટીના સેન્ટરના કો-ઓર્ડીનેટર પાસેથી માહિતી મેળવી શકાશે

વાંકાનેર : ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાંકાનેર સેન્ટરમાં ત્રીજા વર્ષે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

જે વિદ્યાર્થીઓને ધોરણ 12માં ઓછા માર્ક્સ આવવાના કારણે પ્રથમ વર્ષમાં રેગ્યુલર કોલેજમાં પ્રવેશ મળેલ નથી. અથવા અંગત કારણોસર રેગ્યુલર કોલેજમાં ભણી શકે તેમ નથી. અથવા પોતાનો અભ્યાસ અધુરો રહી ગયો છે, તેવા વિદ્યાર્થીઓને નિરાશ થવાની જરૂર નથી. સરકાર માન્ય ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાના કોર્ષ બી.એ. તથા બી.કોમ. તેમજ અનુસ્નાતક કક્ષાના કોર્ષ એમ.એ.માં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. આ અભ્યાસક્રમોમાં ઓનલાઈન ફોર્મ તથા ફી ભરીને પ્રવેશ મેળવી શકાશે.

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું સેન્ટર વાંકાનેરમાં માતૃશ્રી વ્રજકુંવરબેન મગનલાલ મહેતા ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમરસિંહ હાઇસ્કુલ કેમ્પસ, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે કાર્યરત છે. વધુ માહિતી મેળવવા માટે યુનિવર્સિટીના વાંકાનેર સેન્ટરના કો-ઓર્ડીનેટર શીતલ શાહને મો. નંબર 94282 81024 પર વોટ્સએપ મેસેજ કરી શકાશે. સેન્ટર પર દર શનિવારે કાર્યરત છે. યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2021 છે.

ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી દ્વારા શહીદ વીરવધૂ તથા તેમના સંતાનો માટે વિનામૂલ્યે શિક્ષણ, જેલના કેદીઓ માટે વિનામૂલ્યે શિક્ષણ, ટ્રાન્સજેન્ડર (શિષ્યવૃત્તિની વ્યવસ્થા), દિવ્યાંગ (સુલભ શિક્ષણ વ્યવસ્થા), અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થી ક્રેડિટ ટ્રાન્સફર દ્વારા SY/TY-UG/PGમાં પ્રવેશની સુવિધા તેમજ કોવિડ-19 મહામારીમાં જેઓએ માતા-પિતા ગુમાવ્યા હોય/ઘરમાંથી એકમાત્ર રોજીરોટી કમાનાર પુરુષ તરીકે પિતા/પતિ કે દીકરો ગુમાવ્યા હોય/ઘરમાં કોઈપણ રોજીરોટી કમાનાર વ્યક્તિ રહ્યું ન હોય તેવા સંજોગોમાં કોઈપણ વિદ્યાર્થી માટે કોઈ પણ અભ્યાસક્રમમાં જુલાઈ-2021ના પ્રવેશ સત્રમાં વિનામૂલ્યે પ્રવેશ જેવી સહાય સેવાઓ આપવામાં આવશે.

આ સમાચારને શેર કરો