વાંકાનેર પંથકમાં ભારે પવન સાથે એકથી દોઢ વરસાદ…

પીપળીયા રાજ ગામ પાસે રોડ પર ઈલેક્ટ્રીક થાંભલો પડી જતા રસ્તો થઈ ગયો બંધ…
વાંકાનેર : આજે સાંજના સમયે લગભગ સમગ્ર વાંકાનેર પંથકમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો જે જોતજોતામાં જ પવનની ગતિ ખૂબ વધી ગઈ અને વરસાદ પણ વધતા ઓછા પ્રમાણમાં સમગ્ર પંથકમાં એકથી દોઢ ઇંચ પડિયાના વાવડ મળી રહ્યા છે.

વરસાદ પવન સાથે આવતા જ વીજળી ગુલ થઈ ગઈ હતી, તાલુકાના ઘણા બધા ગામડાઓમાં મોલે સુધી વીજળી આવી નહોતી, જેમાં ખાસ કરીને વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની બાજુમાં ગામની પહેલા ઈલેક્ટ્રીક થાંભલો રોડ પર પડી જતા રસ્તો બંધ થઈ ગયો હતો તેમને ત્યાંથી હટાવી રસ્તો ચાલુ કર્યો હતો.

આજના વરસાદ સાથે ભારે પવન હોવાના કારણે ઘણી બધી જગ્યાએ ઇલેક્ટ્રીક થાંભલા અને વૃક્ષો ધરાશે થયા છે. જેમને કારણે કેટલાક વિસ્તારમાં લાઈટ બંધ છે અને pgvcl નો સ્ટાફ ચાલુ કરવા માટે કામે લાગી ગયો છે.
