Placeholder canvas

મોરબીમાં વધુ એક ફાયરિંગની ઘટના

પીપળીયા ચાર રસ્તા પાસે કાર આંતરી સરાજાહેર ગોળીબાર…

મોરબી : મયુર નગરી હવે ક્રાઇમ નગરી બની ચુકી છે, હમણા ઉપર છાપરી હત્યા, લૂંટ મારામારીની ઘટના ઘટી રહી છે અને તોયે પોલીસના પેટનું પાણી નથી હલતું. મોરબી પોલીસની કાળી ટીલી સમાન વધુ એક ઘટના સામે આવી છે, પીપળીયા ચાર રસ્તા નજીક જુના મનદુઃખના કારણે સરાજાહેર કાર ઉપર ફાયરિંગ કરાયાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઈ છે, તા.26ના રોજ બનેલી આ ઘટનામાં એફએસએલ રિપોર્ટના આધારે પાંચ ઈસમો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

મોરબી તાલુકા પોલીસ મથકેથી મળેલી મશીતી મુજબ ગત તા.26ના રોજ પીપળીયા ચાર રસ્તા નજીક મારુતિ સ્વીફ્ટ કારમાં જય રહેલા જોડીયાના તારાણા ગામે રહેતા વિપુલ લક્ષ્મણભાઇ પીઠમલ તથા હિરાભાઇને આંતરી આરોપી સાધાભાઇ પ્રભુભાઈ, હમીરભાઈ મેપાભાઈ, કાનાભાઇ હમીરભાઇ, ભલુભાઈ મોહનભાઇ (રહે.તમામ તારાણા, તા.જોડિયા) અને ભરત બચુભાઈ કુંભારવાડિયા (રહે.ફડસર, તા.મોરબી) ઓએ સ્વીફ્ટ કાર ઉપર ધડાધડ ફાયરિંગ કરતા આ ફાયરીંગને કારણે કારનો ડ્રાઇવર સાઇડનો કાચ તુટી ગયો હતો.

બીજી તરફ સરાજાહેર ફાયરિંગના આ બનાવ અંગે વિપુલ પીઠમલ (રહે.તારાણા, તાલુકો જોડિયા)એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરતા આ મામલે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ દ્વારા ગઈકાલે મોડીરાત્રે ગુન્હો દાખલ કરી પાંચેય આરોપીઓને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો