અમદાવાદ: કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારની ટક્કરથી એકનું મોત

અમદાવાદ શહેરમાં મેમનગરમાં ‘હીટ એન્ડ રન’માં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ટ્યુશનમાં ગયેલાં પુત્રને લેવા જતાં યુવકને ટક્કર મારીને ઈનોવા કાર પલાયન થઈ ગઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં ટુ-વ્હીલરના ચાલક, સોલા રોડ ઉપર રહેતા પ્રફુલ્લભાઈ પટેલનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવની જાણ થતાં ટ્રાફિક એ ડીવિઝન પોલીસની ટીમે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોનાં જણાવ્યા પ્રમાણે કાર ચલાવતો વ્યક્તિ અમદાવાદના કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારનો ડ્રાઇવર છે.

સોલા રોડ ઉપર સર્વોદય પાર્ક પાસે સ્વાગત સોસાયટીમાં રહેતા 47 વર્ષના પ્રફુલ્લભાઈ ભીખાભાઈ પટેલ સાંજે તેમના પુત્રને ટ્યુશનમાં લેવા માટે ગયા હતા. મેમનગર ગામ પાસે સુભાષ ચોકથી એ.ઈ.સી. તરફ જતાં નવા બનેલા વિશાળ રોડ ઉપર પૂર ઝડપે આવેલી એક ઈનોવા કારે પ્રફુલ્લભાઈના જ્યુપીટર વાહનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.

બેફામ ગતિએ ધસી આવેલી ઈનોવા કારનો ડ્રાઇવર ટુ-વ્હીલરને ટક્કર મારીને ભાગી છૂટ્યો હતો. કોઈ મદદ મળે તે પહેલાં જ પ્રફુલ્લભાઈ ભીખાભાઈ પટેલનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યું હતું.

અકસ્માતમાં પ્રફુલ્લભાઈનું મૃત્યુ નીપજ્યાનો મેસેજ મળતાં સોલા ટ્રાફિક એ ડિવિઝન પોલીસની ટીમે સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. નવા બનેલા વિશાળ રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવાની લોકમાગણી ન સ્વીકારાતાં જીવલેણ અકસ્માત સર્જાયાનો આક્રોશ આસપાસના લોકો વ્યક્ત કરી રહ્યા છે.

કારની સ્પીડ ખૂબ વધારે હોવાનો દાવો : આ અંગેના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે સફેદ કલરની ઇનોવા કાર પૂર ઝડપે આગળ વધી રહી છે. આ કાર દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનો ડ્રાઇવર ચલાવી રહ્યો હતો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/KkbHkmhx1702zMH4BdtXkO

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો