વાંકાનેર: 24 કલાકમાં મચ્છુ-1માં 1 ફૂટ નવું પાણી આવ્યું
રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં વધુ-8 જળાશયોમાં છેલ્લા 24 કલાક દરમ્યાન નવા નિરની સામાન્ય આવક થવા પામી છે. રાજકોટ સિંચાઇ ખાતાનાં ફલડ સેલનાં જણાવ્યા મુજબ ભાદર-1માં 0.10 ફૂટ નવુ પાણી આવેલ છે. આ સાથે ડેમની સપાટી 20.80 ફૂટે પહોંચી છે. આ ઉપરાંત ભાદર-2માં અર્ધો ફૂટ નવું પાણી ઠલવાયું છે.
દરમ્યાન મોરબી જિલ્લાનાં પાંચ ડેમોમાં પણ નવા નિર છેલ્લા 24 કલાક દરમ્યાન આવેલ છે. જેમાં મચ્છુ-1માં 1 ફૂટ જેટલુ નવુ પાણી આવતા ડેમની સપાટી 26 ફૂટે પહોંચી છે. તેમજ ડેમી-1 અને 2-માં 0.33 ફૂટ અને મચ્છુ-3માં 0.07 ફૂટ તથા ડેમી-3માં પોણો ફૂટ નવું પાણી આવેલ છે.