વાંકાનેર: નવા ઢુંવા ગામે વિદેશી દારૂ-બિયર ભરેલી કાર સાથે એક ઝડપાયો…

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે નવા ઢુંવા ગામમાંથી વિદેશી દારૂ અને બિયર ભરેલી બ્રેઝા કાર સાથે એક શખ્સને ઝડપી લઈ 4.92 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે વિદેશી દારૂના આ ગુન્હામાં સુરેન્દ્રનગરના થાન તાલુકાના આરોપીને દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં ફરાર દર્શાવ્યો હતો.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવા ઢુંવા ગામે રામાપીર મંદિર પાસેથી આરોપી અશોક હીરાભાઈ ડાભી રહે.નવા ઢુંવા ગામ વાળાના કબ્જાવાળી જીજે – 03 – એબી – 8595 નંબરની મારુતિ સુઝુકી બ્રેઝા કારમાંથી વિદેશી દારૂની 70 બોટલ કિંમત રૂપિયા 91,000 તેમજ બિયરના ટીન નંગ 10 કિંમત રૂપિયા 1800 કબ્જે કર્યા હતા. આરોપીની પૂછતાછમાં વિદેશી દારૂ બિયર આરોપી ગભરુ માત્રાભાઈ ધાધલ રહે. ધોળીયા તા.થાન જિલ્લો સુરેન્દ્રનગર વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા આપતા ગભરુ ધાધલને ફરાર દર્શાવી રૂ.4,92,800નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.
