વાંકાનેર: યુવા ઉધોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલના જન્મ દિવસે પંચવિધ કાર્યક્રમોનું અનોખું આયોજન…

વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ, જસદણ ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના એમ.ડી.,
“પરોપકારમ સતામ વિભૂતમઃ” ની ઉક્તિને સદાય સાર્થક કરનારા,સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલ લોકપ્રિય વ્યક્તિ પ્રજ્ઞેશભાઈ બી પટેલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૧,ઓગષ્ટ-‘૨૦૨૪ ના રોજ પંચવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

પ્રજ્ઞેશભાઈ બી પટેલના જન્મદિવસના રોજ પંચવિધ કાર્યક્રમોનું આયોજનમાં મુખ્યત્વે બ્લડ ડોનેશન કેમ્પ તથા વૃક્ષારોપણ/શાકભાજી બિયારણ તથા વૃક્ષ રોપા વિતરણ/કર્મચારીઓને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના હેઠળ વિમાનો લાભ/મનો દિવ્યાંગ બાળકોને મિષ્ટ ભોજન જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવશે.

આ તમામ કાર્યક્રમો તારીખ 1/8/2024 ને ગુરુવારના રોજ સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી “જસદણ સીરામીક ગ્રુપ કોર્પોરેટ ઓફિસ“,
આસ્થા ગ્રીન રેસિડેન્સીની બાજુમાં, નેશનલ હાઈવે,ઓવર બ્રીજ પાસે,
મોરબી રોડ,વાંકાનેર. ખાતે ચાલશે.

ખાસ કરીને પ્રજ્ઞેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું જે આયોજન કરેલ છે, તેમાં વાંકાનેર શહેર અને તાલુકાના રક્તદાતાઓને રક્તદાન કરવા માટે પ્રજ્ઞેશભાઈ પટેલ તરફથી ખાસ અપીલ કરવામાં આવેલ છે.

પ્રજ્ઞેશભાઈ પટેલ વાંકાનેરના યુવા ઉદ્યોગપતિઓ તો છે જ સાથોસાથ તેઓ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે જેવીકે…. એમ.ડી.- જસદણ સિરામિક ગૃપ., મંત્રી-મોરબી જીલ્લાભા.જ.પા., પ્રમુખ-વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ & ઈન્ડસ્ટ્રીઝ, મંત્રી-વાંકાનેર જી.આઈ.ડી.સી. એશોસિએશન, ટ્રસ્ટી-વાંકાનેર એજ્યુકેશન સોસાયટી, પ્રમુખ-પાટીદાર સેવા સમાજ-વાંકાનેર, ટ્રસ્ટીશ્રી ઉમિયાધામ-સિદસર, ઝોન ચેર પર્સન-લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ 3232-J, ટ્રેઝરર-વાંકાનેર પાંજરાપોળ તથા ગૌશાળા, ટ્રસ્ટી-ગાયત્રી શક્તિપીઠ-વાંકાનેર, સભ્ય-રોગી કલ્યાણ સમિતિ/ આઈ.ટી.આઈ. વાંકાનેર/શ્રી ફળેશ્વર સેવા સમિતિ/ શ્રી વાંકાનેર મુક્તિધામ, સભ્ય- સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ તથા સભ્ય-સરગમ ક્લબ-રાજકોટ. તેમજ વાંકાનેર પંથકની સામાજિક,શૈક્ષણિક,ધાર્મિક તથા જાહેર જીવનની સંસ્થાઓ સાથે જોડાયેલા છે.

આ સમાચારને શેર કરો