વાંકાનેર: નરવીરસિંહ લખધીરસિંહ ઝાલાનું અવસાન, સોમવારે બેસણું

મૂળ ભાયાતી જાંબુડીયા અને હાલ વાંકાનેર નિવાસી નરવીરસિંહ લખધીરસિંહ ઝાલાના અવસાનથી પરિવારજનો તથા સ્વજનોમાં શોકની લાગણી

વાંકાનેર : મૂળ ભાયાતી જાંબુડીયા અને હાલ વાંકાનેર નિવાસી નરવીરસિંહ લખધીરસિંહ ઝાલાનું અવસાન થયું છે. તેઓ લખધીરસિંહ ઝાલાના પુત્ર, નિર્મળસિંહ માનસિંહ ઝાલાના ભત્રીજા તથા યોગેન્દ્રસિંહ લખધીરસિંહ ઝાલા (જ્ઞાનગંગા સ્કૂલ) અને પૃથ્વીરાજસિંહ ખુમાનસિંહ ઝાલાના ભાઈ હતા.

સદગત નરવીરસિંહ લખધીરસિંહ ઝાલાના અવસાનથી પરિવારજનો, સ્વજનો અને પરિચિતોમાં શોકની લાગણી પ્રસરી છે.

સદગતનું બેસણું તા. 28/09/2026, સોમવારના રોજ સાંજે 04:00થી 06:00 કલાક દરમિયાન જ્ઞાનગંગા સ્કૂલ, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો

Follow Us on