હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર, સંગ્રહખોરી ડામવા કેન્દ્ર સરકારનું એક્શન
હાલ મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે ભારતમાં LPG ગેસ સંકટ વધુ ગંભીર બની ગયુ છે. દેશમાં સિલિન્ડર પુરવઠામાં અછત ઉભી થઈ છે, જેનો અસર ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે, પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંઘ પુરીની અપીલ પર LPG સિલિન્ડર બુકિંગના નિયમોમાં ત્રીજી વખત ફેરફાર કરવામાં આવ્યો છે.
ગામડાઓમાં LPG બુકિંગ પિરિયડ 20 દિવસ વધારાયો
ગામડાઓમાં LPG બુકિંગ પિરિયડ 20 દિવસ વધારાયો છે. અગાઉ 6 માર્ચે બુકિંગ પિરિયડ 21 દિવસ રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ 9 માર્ચે તેને 25 દિવસ કરવામાં આવ્યો, અને હાલમાં ગ્રામિણ વિસ્તારો માટે આ પિરિયડ 45 દિવસ રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે હવે લોકો બીજો સિલિન્ડર મેળવવા માટે વધુ સમય સુધી રાહ જોવવાની સ્થિતિમાં આવશે.
સંગ્રહખોરી ડામવા સરકાર એક્શનમાં
સરકારનો ઉદ્દેશ “પેનિક બુકિંગ” અટકાવવાનો છે, એટલે કે લોકોને વધુ માત્રામાં સિલિન્ડર ભેગા કરીને સ્ટોક કરવાનું રોકવું. સાથે જ, સાઇડ ઇફેક્ટ તરીકે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, કોમ્યુનિટી કેન્દ્રો અને અનિવાર્ય સેવાઓ માટે પ્રાથમિકતા આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા નિયમિત ચેકિંગ અને સંગ્રહખોરી અટકાવવા માટે ટીમોને કાર્યમાં મુકવામાં આવ્યું છે.
આ પગલાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર LPG સપ્લાયની વધુ સુચારૂ વહેચણાને સુનિશ્ચિત કરવા માગે છે. સમગ્ર પરિસ્થિતિ દેશમાં ઊર્જા પુરવઠાને સ્ટેબલ રાખવા માટે મહત્વપૂર્ણ ઠરતી જોવા મળે છે.

