Placeholder canvas

રાજકોટના તમામ એન્ટ્રી પોઈન્ટ પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત, ગ્રીનલેન્ડ ચોકડી પર મુસાફરોનું ચેકિંગ શરૂ

રાજકોટમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે મનપા દ્વારા શહેરના તમામ પ્રવેશ દ્વાર નજીક ચેક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. જ્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રાજકોટમાં પ્રવેશ કરતાં તમામ લોકોની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બહારથી આવતા લોકોનું સ્ક્રીનિંગ કરી જરૂરી જણાય શંકાસ્પદ લોકોનો એન્ટિજન કિટથી કોરોના ટેસ્ટ કરાશે. બહારથી આવતા લોકોનું ગ્રીનલેન્ડ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ રાજકોટમાં બ્યુટિપાર્લર અને હેર સલૂનમાં પણ કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય મનપાએ કર્યો છે.

તમામ લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે
ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રાખવામાં આવી છે. જે શહેરમાં પ્રવેશ કરતા લોકોનું ટેમ્પરેચર ગનથી તાપમાન માપશે. આ ઉપરાંત ઓક્સિમીટરથી ઓક્સિજન લેવલ ચેક કરવામાં આવી રહ્યું છે. જો કોઇ શંકાસ્પદ લક્ષણ ધરાવતું હશે, તો ચેકપોસ્ટ પર જ તે વ્યક્તિનું એન્ટિજન કિટથી કોરોના પરીક્ષણ કરવામાં આવશે.

કોરોનાનું રાજકોટમાં સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે ગ્રીનલેન્ડ ચોકડી પર એન્ટિજન ટેસ્ટ શરૂ કર્યાં છે. બહાર ગામથી આવતા લોકો માટે પ્રાઈમરી ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. જેથી રાજકોટમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો