માળિયા: મીઠાના અગરના દબાણો અંગે હાઇકોર્ટની કલેક્ટરને નોટિસ
માળિયા : માળિયા તાલુકાના જામસર ગ્રામ પંચાયત દ્વારા મીઠા અગરના માલિકો દ્વારા હાઇકોર્ટમાં કરાયેલ દબાણ અંગેની રિટ અરજી કરતા હાઇકોર્ટે કલેકટર તથા મામલતદારને નોટિસ ફટકારી લેવાયેલ પગલાંનો ખુલાસો માંગ્યો છે.
સમગ્ર મામલા અંગે એડવોકેટ કલરવ પટેલે જણાવ્યા મુજબ જામસર ગ્રામ પંચાયત દ્વારા ઘણા લાંબા સમયથી કલેકટર તેમજ અન્ય સત્તાધીશોને વારંવાર રજુઆત કરવામાં આવી હતી કે…
મીઠાના અગરના માલિકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી પાળા બાંધી વરસાદી પાણીના કુદરતી નિકાલના રસ્તા બંધ કરી દીધેલ છે. અને આ કારણોસર ખારું પાણી ગામતેમજ ખેતીલાયક જમીનને નુકસાન કરે છે. જે અન્યવે અઢળક રજૂઆતો કરવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ પણ પગલાં નહિ લેવાતા વકીલ કલરવ આર. પટેલ દ્વારા રિટ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અંગે નામદાર હાઇકોર્ટ દ્વારા કલેકટર અને મામલતદારને નોટિસ ફટકારેલ અને સોગંદનામાં થકી ખુલાસો માંગવામાં આવ્યો છે.