શાળામાં ગેરહાજર રહેતા શિક્ષકો નોટિસને ગણકારતા નથી ! છાપામાં જાહેરાત દેવી પડે !!
જિલ્લા શિક્ષણ સમિતિ-મોરબી હસ્તકની પ્રાથમિક શાળાઓમાં બિનઅધિકૃત રીતે સતત ગેરહાજર રહેતા શિક્ષકોને ત્રણ કારણદર્શક નોટીસ પાઠવવામાં આવેલ તેમ છતાં આજદિન સુધી તેઓનો કોઈ પ્રત્યુતર મળેલ નથી.જેથી આજે વર્તમાનપત્રમાં આખરી નોટીસ પાઠવવામાં આવેલ છે.જેમાં મોરબી જિલ્લાના બંને શિક્ષકોને નોટીસ પ્રસિધ્ધ થયે દિન-૧૦ (દસ) માં પોતાની અનિયમિતતા અંગે રૂબરૂમાં ખુલાસો રજુ કરવા જણાવવામાં આવે છે.
જો આમ કરવામાં ચૂક કરશે તો આ બાબતે તઓ કંઈ પણ કહેવા માંગતા નથી.તેમ માની તેમની સામે ગુજરાત રાજ્ય સેવા (સેવા અને અપીલ) નિયમો-૧૯૯૭ અને ગુજરાત રાજ્ય સેવા (વર્તણુંક) નિયમો- ૧૯૯૮ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે તેમની સેવાની સમાપ્તિ (રુખસદ) અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આવી નોટિસ આપવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લા પંચાયત -મોરબીને જાહેરાત નો ખર્ચો કરવો પડ્યો છે.
બીનાધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો :-
(૧) વાઘેલા ઉર્વશી પિતાંબરભાઈ
શ્રી ભેરડા પ્રાથામિક શાળા તા.વાંકાનેર જિ.મોરબી
(૨) વ્યાસ ચાર્મી વિજયભાઈ
શ્રી હળવદ પે સેન્ટર શાળા નં.૪, તા.હળવદ જિ.મોરબી


