Placeholder canvas

હાશ : મોરબી જિલ્લામાં આજે કોરોનાનો એકપણ કેસ નહિ

મોરબી જિલ્લામાં આજે રાહતના સમાચાર છે, આજે મોરબી જિલ્લામાં કોરોનાની વિદાય થઈ ગઈ હોય એમ એક પણ કેસ નોંધાયા નથી. બે મહિના પછી કોરોના મુક્તના મોરબી જિલ્લો થતા લોકોમાં ખુશી જોવા મળે છે.

મોરબી જિલ્લામાં ડિસેમ્બર માસમાં કોરોનાની બીજી લહેર શરૂ થયા બાદ જાન્યુઆરીમાં હાહાકાર મચાવ્યો હતો એક તબબકે 350 થી પણ વધુ કેસ સામે આવતા કેટલાક નિયત્રણ પણ લાદવામાં આવ્યા હતા. પણ ફ્રેબ્રુઆરી માસ શરૂ થતાં જ કોરોનાની રિવર્સ ગતિ શરૂ થઈ હતી અને છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસ સિંગલ ડીઝીટમાં આવી ગયા હતા અને કોરોના કેસ ઘટવાનો સિલસિલો યથાવત રહેતા હવે મોરબી જિલ્લો કોરોના મુક્ત થાય તેવી સ્થતી સામે આવી છે.

આજે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 474 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાંથી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. છેલ્લા 15 દિવસથી 2 કે 5 કેસ નોંધાતા હતા આખરે 2 મહિના પછી મોરબી જિલ્લો કોરોના મુક્ત થાય તેવી સ્થિતિ સામેં આવી છે. હવે 27 કેસ જ એક્ટિવ રહ્યા છે.

આ સમાચારને શેર કરો