Placeholder canvas

આગામી 5 દિવસ વરસાદની રાહ ન જોશો…

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં એકાદ-બે જગ્યાને બાદ કરતા ક્યાંય પણ ભારે વરસાદ પડ્યો નથી. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની કોઈ સંભાવના ન હોવાનું જણાવ્યું છે. જ્યારે બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે. ક્યાંક છાંટાછૂટી થઈ શકે છે.

જ્યારે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ બે ડિગ્રી તાપમાન પણ વધવાની શક્યતા છે. 2 દિવસ બાદ ગુજરાતમાં સૂકું વાતાવરણ જોવા મળશે. હાલ વરસાદને લઈને કોઈ એક્ટિવ સિસ્ટમ નહીં હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. વાતાવરણમાં ભેજના કારણે વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ ભારે વરસાદની કોઈ સંભાવના નથી.

આ સમાચારને શેર કરો