વાંકાનેર

વાંકાનેર શહેરમાં ભારે વાહનોને પ્રવેશબંધીમાંથી 20 સપ્ટેમ્બર સુધી છુટ

21 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર 2024 સુધી ભારે વાહનોની પ્રવેશબંધી યથાવત રહેશે

વાંકાનેર : વાંકાનેર શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી તેમજ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થે ભારે વાહનોની પ્રવેશબંધી માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડી તારીખ 17 ઓક્ટોબર સુધી પ્રવેશબંધી કરવામાં આવી હતી. હાલ ડેમેજ બ્રિજના રીનોવેશનના કારણે તારીખ 20-09-2024 સુધી ભારે વાહનોને શહેરમાંથી પસાર થવા માટે મુક્તિ આપવામાં આવી છે.

નવા જાહેરનામાં અનુસાર શહેરમાં પ્રવેશતાં માર્ગો પરથી ભારે વાહનોને તા. 20 સપ્ટેમ્બર સુધી પ્રવેશ આપવામાં આવશે, જે બાદ તા. 21 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

આ સમાચારને શેર કરો