ગુજરાતશૈક્ષણિક

ધો.8ના વિધાર્થીઓ માટે સ્કોલરશીપની NMMSની પરીક્ષાને લઈને જાહેરનામું બહાર પડાયું…

ગુજરાતમાં NMMSની પરીક્ષાને લઈને જાહેરનામું બહાર પડાયું છે તેમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ મળશે. જેમાં વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક છે કારણ કે વાર્ષિક રૂ.12 હજાર સ્કોલરશીપ મળશે.

ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે

ગુજરાત રાજ્ય સરકારના પરીક્ષા બોર્ડે ભારત સરકારની યોજના નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ 2024-25(NMMS)ની પરીક્ષાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. NMMSની યોજનામાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ મળશે. આ યોજનામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે.

વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકાશે

આગામી 11 જાન્યુઆરી સુધીમાં રાજ્ય સરકારની ઓફિશિયલ વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકાશે. જ્યારે આગામી 16 ફેબ્રુઆરી, 2025ના રોજ તેની પરીક્ષા લેવામાં આવશે. ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી નેશનલ મીન્સ કેમ મેરીટ સ્કોલરશીપ (NMMS) યોજના હેઠળ ધોરણ 9-12ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા તેજસ્વી વિદ્યાર્થી માટે અને માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટાડવાના હેતુથી સરકાર દ્વારા યોજના અમલમાં મુકવામાં આવી છે.

13 જાન્યુઆરી સુધીમાં ફી ભરવાની રહેશે

રાજ્ય પરીક્ષા બોર્ડે NMMSની પરીક્ષાને લઈને 31 ડિસેમ્બર, 2024ના રોજ જાહેરનામું બહાર પાડ્યું. જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 11 જાન્યુઆરી, 2025 સુધી sebexam.org ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જ્યારે આ પરીક્ષામાં 13 જાન્યુઆરી સુધીમાં ફી ભરવાની રહેશે. જેની પરીક્ષા આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે.

આ સમાચારને શેર કરો