વાંકાનેર એસ.ટી કર્મચારી મંડળ પરીવાર દ્વારા નવનિયુક્ત હાજર થયેલ કંડકટરોનું સ્વાગત કરી શુભેચ્છા પાઠવી…
વાંકાનેર એસ. ટી કર્મચારી મંડળ પરીવાર દ્વારા નવ નિયુક્ત હાજર થયેલ કંડકટરોને રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળ પ્રમુખ જયુભા. ડી. જાડેજા દ્વારા નિગમમાં વફાદાર રહી નિગમના હિતકારી ફરજ બજાવવી, મુસાફર જનતા સાથે સહજ રીતે નિગમ પ્રત્યે પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા પ્રયત્ન કરી ફરજમાં અને સિનિયર કર્મચારીઓ સાથે દૂધમાં સાકળ ભળે એમ ભળી આવા માર્ગદર્શન સાથે ગુલાબ ફૂલ અને એક પેન ભેટ આપી ને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
જેમાં વાંકાનેર એસ. ટી કર્મચારી મંડળ ના સાથી કર્મચારી ટી. આઈ . રહીમભાઈ પરમાર, રાજકોટ ક્રેડિટ સોં. ડિરેક્ટર જે. જે. જાડેજા, વર્કશોપ ઇન્ચાર્જ અભિષેકભાઈ ઠક્કર,જે. એ. પ્રવીણભાઈ ભુસાડીયા, ટી.સી. ભગીરથસિંહ જાડેજા, વર્કશોપ મહંમદભાઇ સમા, વાંકાનેર કર્મચારી મંડળ ૯૬/ક જયદેવસિંહ ઝાલા (મુનાભાઈ) હાજર રહી ગુલાબ ફૂલ સાથે પેન આપીને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર એસટી ડેપોમાં 68 જેટલા કન્ડક્ટરો હાજર થયા છે.



