સૌરાષ્ટ્ર

રાજકોટ યાર્ડમાં નવી મગફળીના ૧૦૮૦, નવા કપાસના ૧૬૧૧ના ભાવે સોદા થયા

રાજકોટ: રાજકોટના બેડી માર્કેટ યાર્ડ ખાતે નવી મગફળી અને નવા કપાસની સિઝનની પહેલી આવકના શ્રીગણેશ થયા છે, જેમાં હરરાજીમાં નવી મગફળીના રૂ.૧૦૮૦ના ભાવે અને નવા કપાસના રૂ.૧૬૧૧ના ભાવે સોદા પડ્યા હતા.

હળવદ પંથકમાંથી ૩૭ નંબરની નવી મગફળીની આવક થઇ હતી તેમજ રાજકોટ જિલ્લાના જારીયા ગામ તથા સુરેન્દ્રનગર પંથકમાંથી નવા ફોર-જી કપાસની આવક થઇ હતી. નવા કપાસમાં ૭૦૦૦ મણની આવક થઇ હતી અને નવી મગફળીમાં અંદાજે બે હજાર મણ જેવી આવક થઇ હતી.

છેલ્લા એકાદ સપ્તાહથી સૌરાષ્ટ્રમાં વરસાદ ન હોય વહેલી વાવણીના કપાસ અને મગફળીની આવકો શરૂ થઇ ગઇ છે, અલબત્ત નવરાત્રીના પ્રારંભથી સિઝન જામશે અને દશેરાના શુભ મુહૂર્તથી ઓઇલ મિલોમાં પિલાણ શરૂ થશે તેમજ જિનિંગ અને સ્પિનિંગ મિલો પણ ધમધમશે.

આ સમાચારને શેર કરો