વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસનું આગમન, પ્રતિમણ ₹2001માં વેચાયો.
વાંકાનેર: આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસનું આગમન થયું હતું. નવો કપાસ આવતા યાર્ડના પ્રમુખ,સેક્રેટરી, ડિરેક્ટર કર્મચારી, દલાલ ભાઈઓ વેપારી ભાઈઓએ નાળિયેર વધેરી,પેંડા વહેંચીને નવા કપાસના વધામણા કર્યા હતા.
મળેલી માહિતી મુજબ આજે વાંકાનેર તાલુકા તીથવા ગામના ખેડૂત હુસેનભાઈ મામદભાઈ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પોતાનો નવો કપાસ વેચવા માટે આવ્યા હતા, યાર્ડમાં નવા કપાસના વધામણા કરીને આ કપાસ પ્રતિ મળ રૂપિયા 2001માં ફૈઝ ઇન્ડસ્ટ્રીઝે ખરીદ્યો હતો.

