સ્કૂલેથી પરત ફરતી વખતે રસ્તો ઓળંગતી બાળકી સાથે અકસ્માત; પિતાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામ નજીક હાઇવે પર સ્કૂલેથી પરત આવી રસ્તો ઓળંગી રહેલી બાળકીને સુપર કેરી વાહનના ચાલકે હડફેટે લેતા ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે બાળકીના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના **પાંચ દ્વારકાથી પ્રતાપગઢ ગામ તરફ જવાના રસ્તે ઝૂંપડામાં રહેતા સવજીભાઈ નારૂભાઈ ઝખાણીયા (ઉં.વ. 34)**એ જીજે-36-એક્સ-1957 નંબરના સુપર કેરી વાહનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ગત તા. 23ના રોજ સાંજના સમયે ફરિયાદીની પુત્રી સંજના સ્કૂલેથી પરત આવી રસ્તો ઓળંગી રહી હતી. તે દરમિયાન સુપર કેરી વાહનના ચાલક જયંતીભાઈ ઉર્ફે કિરીટભાઈ ગોવિંદભાઈ ચાવડા, રહે. જૂની કલાવડીએ વાહન હંકારી બાળકીને હડફેટે લીધી હતી.
અકસ્મતમાં બાળકીને શરીરે ઇજાઓ પહોંચતા સારવાર માટે લઈ જવામાં આવી હતી. બનાવ અંગે બાળકીના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુપર કેરી વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#Wankaner #PanchDwarka #Pratapgadh #Accident #ChildAccident #RoadAccident #WankanerPolice #WankanerNews #MorbiNews #KaptaanNews
