બામણબોર પાસે રાજકોટ-ચોટીલા હાઈવે પર ધોધમાર વરસાદને કારણે રોડ 3 ફૂટ અદ્ધર થયો…!!!
- રાજકોટથી ચોટીલા તરફ આવતા રોડને થોડીવાર માટે એક સાઈડ બંધ કરવામાં આવ્યો હતો
- અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી અને કામગીરી કરીને વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો
- ચોટીલા-રાજકોટ હાઈવે પર બામણબોર નજીક રોડ થયો અદ્ધર
ચોટીલા રાજકોટ હાઈવે પર બામણબોર નજીક રોડ 3 ફૂટ જેટલો ઉંચો થયો છે. ત્યારે મેઈન હાઈવે રોડ પર રોડ અદ્ધર થઈ જતાં વાહન વ્યવહારને મોટી અસર પડી છે. લેન્ડ સ્લાઈડના કારણે આ રોડ ઉંચો થઈ ગયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
હાલ રાજ્યમાં ચારે તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બામણબોર નજીક લેન્ડ સ્લાઈડ થવાના કારણે રોડ ઉંચો થઈ ગયો છે. રાજકોટથી ચોટીલા તરફ આવતા રોડને થોડીવાર માટે એક સાઈડ બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર પડી હતી, કારણ કે થોડીવાર માટે રોડ બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરી ખોલવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટના બનતા તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવતા, તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને કામગીરી કરીને વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.





