વાંકાનેર: પાજમાં વાડીએ રહી ગયેલા લોકોનું રેસ્ક્યુ કરવા NDRFની ટીમ પહોંચી તો ખરી… પણ…
વાંકાનેર: પાજ ગામે વાડી વિસ્તારમાં રહી ગયેલ લોકોનું રેસ્ક્યુ કરવા NDRF ની ટીમ પાજ ગામમાં પહોંચી હતી.
મળેલી માહિતી મુજબ પાજ ગામની સીમમાં અમુક લોકો રહી ગયાના સમાચાર મળતા કન્ટ્રોલ રૂમમાં જાણ કરાઈ હતી. કંટ્રોલ રૂમેથી એનડીઆરએફની ટીમ સાધન સામગ્રી લઈને આ વાડીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટે આવી પહોંચી હતી. Ndrf ની ટીમે પરિસ્થિતિ જોતા અને હોકળામાં પાણી ની માત્રા ખુબ હોવાથી તેમનું રેસ્ક્યુ થઈ શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું.
આ ટીમ પરત વાંકાનેર જઈ રહી હતી ત્યારે મચ્છુ નદીના પુલ ઉપર થી પાણી પસાર થતું હોય અને આ પુલ ઉપરથી પસાર થઈને વાંકાનેર જઈ શકાય તેવી સ્થિતિ ન હોવાના કારણે એનડીઆર ની ટીમ ખુદ પાજ ગામમાં સલવાઈ ગઈ હતી.
આખરે ગારીયા પાસે આવેલા મોટા પુલ ઉપરથી પસાર થઈને મચ્છુ નદીના કાંઠે કાંઠે આવેલ વાડીના રસ્તામાંથી રસીગઢ આવીને વાંકાનેર આવવા માટે નીકળી ગયેલ છે અહીં ઉલ્લેખનીય છે કે ગારીયાથી વાંકાનેર આવવા માટે વચ્ચે આવતો ભૂંગરવો વોકળો નડે છે, જ્યારે આ ભૂંગરવા વોકડા ઉપર રસીકગઢ પાસે મોટો પુલ હોવાથી ત્યાંથી પસાર થઈ શકાય છે. આ રસ્તો પાજ ગામના આગેવાનોએ બતાવતા એનડીઆરએફની ટીમ એ રસ્તે થી વાંકાનેર જવા નીકળી….


