Placeholder canvas

વાંકાનેર: નવઘણભાઈ મેઘાણી કોંગ્રેસ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ…

પ્રદેશ કોંગ્રેસ દ્વારા પક્ષના વ્હીપનો અનાદર કરવા બદલ કડક પગલુ, જિલ્લા પંચાયતનું સભ્યપદ પણ રદ કરવા કાર્યવાહી….

વાંકાનેર: મહિકા જીલ્લા પંચાયત સીટના સભ્ય અને કોગ્રેસ પક્ષના પ્રતિક પર સતત ત્રણ ટર્મથી જીલ્લા પંચાયતમાં ચૂંટાઈ આવતાં નવઘણભાઈ મેઘાણીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરતા વાંકાનેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે, જેમાં પક્ષ દ્વારા વ્હીપના અનાદર બદલ તેમને પક્ષમાંથી છ વર્ષ મટે સસ્પેન્ડ કરી અને તેમનું સભ્ય પદ રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નવઘણભાઈ મેઘાણી ત્રણ ત્રણ વખત કોંગ્રેસના પ્રતીક ઉપર જિલ્લા પંચાયતમાં વિજેતા થયેલ છે. તેઓ તા. ૧૩/૦૯/૨૩ ના રોજ યોજાયેલ મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં પક્ષના વ્હીપનો અનાદર કરી કોંગ્રેસ તરફથી જીલ્લા પંચાયત ઉપપ્રમુખના ઉમેદવાર મહેશભાઈને મત આપવા સમયે બીમારીનું બહાનુ કરી ગેરહાજર રહી વ્હીપનો અનાદાર કરતા આ બાબતની ગંભીર નોંધ લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવઘણભાઈ મેઘાણીને કોંગ્રેસ પક્ષના જીલ્લા પંચાયતના ઉપનેતા પદે દુર કરવા અને પક્ષમાંથી છ વર્ષ માટે સસપેન્ડ કરવામાં આવેલ છે. તેમજ જિલ્લા પંચાયતનું સભ્યપદ પણ રદ કરવા માટે પક્ષે કાર્યવાહી શરૂ કરી હોવાનું સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓ કહી રહ્યા છે, તેમજ સસ્પેન્શન ઓર્ડરમાં પણ આ વાતનો ઉલ્લેખ છે.

આ સમાચારને શેર કરો