વાંકાનેર: આજે કાનપર પ્રાથમિક શાળામાં “રામન ઇફેક્ટ”ની યાદમાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ઉજવાયો.
વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાની શ્રી કાનપર પ્રાથમિક શાળા ખાતે વૈજ્ઞાનિક શ્રી સી. વી. રામન ની શોધ “રામન ઇફેક્ટ” ની યાદમાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવવાનું ભારત સરકારે નક્કી કરેલ હોય તે અંતર્ગત શાળામાં વિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન યોજવામાં આવ્યું.
પ્રાર્થના સભામાં બાળકોએ સી.વી. રામનના જીવન વિશેની વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી. અને શાળાના ધોરણ 5 થી 8 ના બાળકોએ વિવિધ પ્રયોગો, વિજ્ઞાનની કૃતિઓ, મોડેલો, નમૂનાઓ વગેરેનું નિદર્શન યોજ્યું હતું.

બાળકોએ વિવિધ પ્રયોગોમાં પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, પાણીમાં ઉષ્માનું શોષણ ,રેતાળ અને માટીયાળ જમીનમાં ભેજ ધારણ શક્તિ, દહન માટે ઓક્સિજન જરૂરી છે, હવા જગ્યા રોકે છે, દ્રષ્ટિ ભ્રમણ, પાણીમાં ઉષ્માનું શોષણ, ચુંબક ના પ્રકાર , ફિંગર પ્રિન્ટ, સમતલ અંતર્ગોળ -બહિર્ગોળ લેન્સમાં વસ્તુનું પ્રતિબિંબ , ધ્વનિ, પેરિસ્કોપ, વાતાવરણમાં રહેલો ભેજની સમજ, રસોડાનું વિજ્ઞાન, ધ્રુજારીથી થતા અવાજો, સૂર્યની આસપાસ પૃથ્વીનું ભ્રમણ, હવામાં ઉષ્માનું વહન, પ્રકાશનું પરાવર્તન , પર્ણના પ્રકાર, ધાતુમાં વિસ્થાપન પ્રક્રિયા, ધાતુમાં ઉષ્માનું વહન, પદાર્થોની અવસ્થા, હાઈડ્રોજન વાયુની બનાવટ, પ્રકાશનું વક્રીભવન ,સાદા લોલક, મેગ્નેશિયમ પટ્ટીનું દહન, ચુંબકના ગુણધર્મો, વિદ્યુત ઘંટડી , વિદ્યુત સુવાહક અને અવાહક પદાર્થોની ચકાસણી, વિદ્યુત દ્વારા પાણી ગરમ કરવું , ઉર્જા સંરક્ષણ, ઉચ્ચાલન, ઠંડા અને ગરમ પાણીમાં અણુની ગતિ, જવાળા મુખીની મોડેલ દ્વારા સમજ, અવાજને માધ્યમની જરૂર છે, કંપનથી ઉત્પન્ન થતો અવાજ, અવાજની અલગ અલગ આવૃત્તિઓ, વગેરે પ્રયોગોનું નિદર્શન યોજી બાળકોએ ઊંડાણપૂર્વકનું જ્ઞાન સર્વેને આપ્યું. અને બાળકો પોતે પણ વિવિધ પ્રયોગોથી પરિચિત થયા. શાળાના તમામ ધોરણના બાળકો ,કાનપર ગામના ગ્રામજનો, એસ.એમ.સી. સભ્યો ,પંચાયતના સદસ્યો વગેરે એ સવારે 9:00 કલાક થી 11: 00 કલાક સુધી પ્રદર્શન નિહાળ્યું.

આમ આજનો દિવસ શાળા માટે “વિજ્ઞાન દિવસ” બની ગયો જેમાં વિદ્યાર્થીઓ વાલીઓ સુસંગત થઈ વિજ્ઞાનના પાયાના નિયમો વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. વાલીશ્રીઓ ખૂબ રસપૂર્વક બાળકો દ્વારા રજુ થતા કથનને સાંભળતા હતા. ખેતી અને ઉદ્યોગ સાથે સંકળાયેલા વાલીઓ ખૂબ વ્યસ્ત હતા. તેમ છતાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફગણે ખૂબ જ સાથ અને સહકાર આપ્યો. વિવિધ કૃતિઓની રજૂઆત અને નિર્માણ માટે ગણિત વિજ્ઞાનના શિક્ષક શેરસીયા અશરફરજા એ. દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.


