Placeholder canvas

પારડી પાસે શંકાસ્પદ હાલતમાં અજાણ્યા યુવાનનો અર્ધનગ્ન મૃતદેહ મળ્યો

રાજકોટ નજીક આવેલ પારડી ગામ પાસે શીતળામાં મંદિરના બ્રિજ પાસે હાઇવે રોડની વચ્ચેના ડિવાઈડરમાંથી શંકાસ્પદ હાલતમાં અજાણ્યા યુવાનનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે જાણ થતાં શાપર વેરાવળ પોલીસની ટીમ દોડી ગઈ હતી.

આ અંગે મળતી વિગત મુજબ આજે સવારે 10.30 વાગ્યે બિનવારસુ હાલતમાં મૃતદેહ મળી આવ્યાની જાણ પ્રથમ પારડી ગામના સરપંચ મહેશભાઈ માટિયાને થઈ હતી. જેથી તેઓએ પોલીસમાં જાણ કરતા શાપર પોલીસ ત્યાં દોડી ગઇ હતી. સ્થળ પર તપાસ કરતા મૃતકની ઓળખ થઈ શકે તેવો કોઈ આધાર મળી આવ્યો નહોતો. ઉપરાંત મૃતકનું પેન્ટ પણ થોડે દૂર પડ્યું હતું.

આ અજાણ્યો મૃતક રખડતું ભટકતું જીવન જીવતો હોવાનું સ્થાનિક લોકોમાંથી જાણવા મળેલ. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લોધિકા પોલીસ મથકે ખસેડયો હતો. શરીર પર ઇજાના કોઈ જ નિશાન ન હોવાના કારણે મૃત્યુ કુદરતી હોવાનું માનવામાં આવે છે પરંતુ સત્ય હકીકત પીએમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે.

આ સમાચારને શેર કરો