હવે નગરપાલિકા હદ કરે છે? મુખ્ય માર્ગ પર પડેલા ખાડા રિપેર નથી કરતી અને તેમાં રોજ વાહનો ફસાઈ જાય છે.
વાંકાનેર નગરપાલિક પાલિકાનું કામ છે લોકોને આવશ્યક તમામ પ્રકારની સુવિધાઓ આપીને તેમની સુખાકારી માટે કામ કરવું… પણ ખબર નહીં વાંકાનેર નગરપાલિકાને લોકોની સુખાકારીમાં કોઈ રસ નથી કે પછી તેને લોકોને પડતી મુશ્કેલીમાં જ મજા આવે છે..!!!
છેલ્લા બે ત્રણ દિવસથી વાંકાનેરના મુખ્ય એવા પ્રતાપ રોડ પર, ભમરીયા કુવા પાસે એક મોટો ખાડો થઈ ગયો છે. તેમાં રોજ એકાદુ વાહન ઘુસી જાય છે અને તેમના કારણે ભારે ટ્રાફિકજામ થાય છે. આમ છતાં હજુ સુધી નગરપાલિકાને આ ખાડો વ્યવસ્થિત પણે રિપેર કરવાનો સમય નથી મળ્યો…!! કે પછી તેમની દાનત જ નથી…!!!
લોકોએ ખોબલેને ધોબલે મત આપીને જેમને નગરપાલિકાના શાસનની ધુરા સોંપી છે, તેમને આ બધું જ દેખાય છે કે લોકો હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે તેમને ભારે હાલાકી પડે છે આમ છતાં તેઓ એકદમ ચુપ છે..!!! કેમ ? તેમને વિશ્વાસ આવી ગયો હોય કે લોકો ગમે એટલા હેરાન થાય, તેમના આપણે કોઈ પણ કામ ન કરીએ તો પણ મત તો તેઓ આપણને (ભાજપને) જ આપવાના છે…!!!! કદાચ તેઓના મગજમાં આવું હોય શકે… વિરુદ્ધ પક્ષના આગેવાનો અને સભ્યો નગરપાલિકાના તંત્રને જગાડવાની મથામણ કરી રહ્યા છે પણ આ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠવાનું તૈયાર નથી.
ભાજપ મોટી મોટી વાતો કરે છે કે અમારી ડબલ એન્જિન સરકાર વિકાસની પુરપાટ ગતિ પકડી છે ત્યારે એ કહ્યું જ રહ્યું કે અહીંયા તો એટલે કે વાંકાનેરમાં તો નગરપાલિકા, તાલુકા પંચાયત, ધારાસભ્ય, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સુધીના તમામ એન્જિનો ભાજપના છે. એટલે કે અહીંયા ડબલ એન્જિન સરકાર નહીં પણ એન્જિનોની મોટી વેગન વાળી સરકાર ચાલે છે. આમ છતાં લોકો હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે, મુશ્કેલી ભોગી રહ્યા છે. હવે તો લોકો કહી રહ્યા છે કે આ ડબલ એન્જીની સરકાર નહીં પણ આથી તો ધક્કા ગાડી સારી..!!!

