Placeholder canvas

વાંકાનેરના પ્રાંત અધિકારી એન.એફ.વસાવા સસ્પેન્ડ

રાજ્ય સરકારે વાંકાનેરના પ્રાંત અધિકારીને સતાના દુર ઉપયોગ કરવા બદલ સસ્પેન્ડ કરીને હાલ વાંકાનેર પ્રાંત અધિકારીનો ચાર્જ હળવદના પ્રાંત અધિકારી ગંગાસીગને સોપાયો

વાંકાનેર : વાંકાનેરના પ્રાંત અધિકારી એન.એફ.વસાવાને આજે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને વાંકાનેર પ્રાંત અધિકારીનો ચાર્જ હળવદના પ્રાંત અધિકારીને સોંપવામાં આવ્યો છે.

વાંકાનેરના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા એન.એફ.વસાવાને રાજ્ય સરકારે આજે સસ્પેન્ડ કરી દેતો હુકમ કરતા મોરબી જિલ્લા રેવેન્યુ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. વાંકાનેરના ડે.કલેકટર તરીકે વસાવાએ તેમની સત્તા બહારના હુકમો કરી જમીનો ફાળવી દેવા મામલે અને સત્તાનો દુરુપયોગ કરવા મામલે સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે વાંકાનેર પ્રાંત અધિકારીનો ચાર્જ હળવદના પ્રાંત અધિકારી ગંગાસીંગને સોંપી દેવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો