Placeholder canvas

મોરબી: લાલપર ગામ પાસે હત્યા કરાયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબીમાં લાલપર ગામ પાસે મોડી રાત્રીના યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મૂળ અરવલ્લી જીલ્લાના મસાડ ગામનો રહેવાસી અને મોરબીના લાલપર ગામ સહિતના વિસ્તારોમાં કચરો વીણી અને વેચી ગુજરાન ચલાવતો બાબુ ઉર્ફે બાલુ નાનાભાઈ ઠાકોર નામના યુવાનનો ગત મોડી રાત્રીના હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો તો મૃતદેહ મળ્યા ની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા સહિતની ટીમ દોડી જઈને મૃતદેહ ને પી એમ માટે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો મૃતક બાબુને બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામ આવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

આ સમાચારને શેર કરો