મોરબી: સામાકાંઠે છરીના ઘા ઝીકી યુવાનની હત્યા, એક ઇજાગ્રસ્ત
મોરબી : મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ પર સ્મશાનના ગેટ પાસે સાંજના સમયે એક યુવાનની કોઈ કારણોસર છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે. જ્યારે એક યુવાન ઇજાગ્રસ્ત થયો છે.
મળેલી માહિતી મુજબ મોરબીના સામાંકાંઠે વેજીટેબલ રોડ પર સ્મશાનના ગેટ પાસે સાંજના સમયે શામજીભાઈ પોપટભાઈ ચાવડા (ઉ.વ. 30) તેમજ જગદીશભાઈ ધીરુભાઈ બારોટ ઉર્ફે ઉગો (ઉ.વ. 25) બંને રહે. વેજીટેબલ રોડ વાળાને બે અજાણ્યા શખ્સો દ્વારા છરી ના ઘા ઝીકતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન શામજીભાઈ પોપટભાઈ ચાવડાનું મોત નીપજ્યું હતું. આ અંગે બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે પહોંચી ફરિયાદ નોંધવાની અને હત્યારાને પકડી લેવા તપાસ હાથ ધરી છે.