Placeholder canvas

વાંકાનેર: જીતુ સોમણીને નગરપાલિકાની નોટિસ, મેદાન જોઈતું હોય તો ટોકન ભાડું ભરો.

વાંકાનેર : વાંકાનેરમાં અગાઉ ગણેશ ઉત્સવ બાદ હવે નવરાત્રી મહોત્સવ માટે જીતુ સોમણીએ નગરપાલિકા સમક્ષ મેદાન માટે મંજુરી માંગતા નગરપાલિકા દ્વારા ટોકન દરે મેદાન ભાડે આપવા ઓફર કરી છે પરંતુ જીતુ સોમણીએ ભાડું ન ભરતા આજે પાલિકાના વહીવટદારે ભાડું ભરવા અલ્ટીમેટમ આપી પાલિકાને ખોટી રીતે બદનામ નહિ કરવા તાકીદ કરી હતી.

વાંકાનેર નગરપાલિકા હસ્તકના આરએસએસ ગ્રાઉન્ડમાં ગણેશ મહોત્સવનું આયોજનમાં વિવાદ બાદ જીતુભાઈ સોમણીએ નવરાત્રી મહોત્સવ માટે મેદાન ભાડે માંગતા પાલિકાના વહીવટીદરે ટોકન દરે મેદાન ફાળવવાનું કહીને જણાવ્યું હતું કે રાજકોટ મહાનગર પાલિકા અને અન્ય નગરપાલિકાઓ નિયમ મુજબ ટોકન ભાડું ચોરસ ફૂટના રૂ 6 લેખે વસુલ છે. જેથી એ નિયમ મુજબ જીતુભાઇ સોમણીએ ટોકન ભાડું ન ભરવાની તાકીદ કરી છે.

જેને પગલે વાંકાનેર નગરપાલિકાના લેટર પેડ ઉપર વહીવટદારે જીતુ સોમણીને અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે, તમોએ આ ગ્રાઉન્ડ બાબતે ભારે વિવાદ કર્યો છે અને સોશ્યલ મીડિયામાં તંત્ર વિરુદ્ધ પ્રચાર પ્રસાર કર્યો હતો. આથી ગ્રાઉન્ડની મજૂરી મળ્યા બાદ નિયમ મુજબ વાંકાનેર નગરપાલિકામાં ગ્રાઉન્ડના ઉપયોગનું ભાડું ચૂકવો અન્યથા આપને મેદાન નથી જોઈતું એમ સમજીને તમારી માંગણી રદ કરવામાં આવશે. તેવું અલટીમેટમ આપી દીધું છે.

આ સમાચારને શેર કરો