વાંકાનેર

સાંસદ કેસરીદેવસિંહજીએ વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લીધી…

આજે વાંકાનેર એસ.ટી.ડેપોની રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ મુલાકાત લીધી હતી, જેમાં એસ. ટી. રાજકોટ વિભાગના વિભાગીય નિયામક કળોતરા સાથે ટેલિફોનિક વાત કરી કર્મચારીઓ માટે તેમજ ડેપો માટેની અન્ય કોઈ સુવિધા માટે કોઈ તકલીફ કે વધારાની જરૂરિયાત બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા. ડી. જાડેજા અને વાંકાનેર ડેપો મેનેજર હિરેનભાઈ પરમારે કેસરીદેવસિંહનું અભિવાદન સાથે સન્માન કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન વાંકાનેર ડેપોના કર્મચારીઓને લગતા પ્રશ્નનો, ડેપોમાં જરૂરિયાત બાબતે ચર્ચા કરી હતી, જેમાં ખાસ વાંકાનેર એસ. ટી. ડેપો માં ATS કંપની દ્વારા ઓટોમેટિક બસની સફાઈ માટે મુકવામાં આવેલ મશીનનું નિરીક્ષણ કરી સારૂ કાર્ય જોઈ ને મુસાફર જનતા માટે સ્વચ્છતા જળવાઈ રહે તે સંદેશથી ખુશ થઈ વાંકાનેર ડેપોના કર્મચારીઓની ટીમ ના દરેક કાર્યોને બિરદાવ્યા હતા. રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા. ડી. જાડેજા અને વાંકાનેર ડેપો મેનેજર પરમાર સાથે કેસરીદેવસિંહે આખા ડેપોની મુલાકાત લઈને સરકાર દ્વારા સ્વચ્છતા માટેના પ્રયત્નનું વાંકાનેર ડેપો ખાતે ખુબ સારૂ પાલન થતું હોય જે કર્યોની પ્રસંશા કરવામાં આવી હતી.

વાંકાનેર ડેપો મેનેજર અને વાંકાનેર એસ. ટી કર્મચારીઓને ખાસ સાંસદ દ્વારા આગવા અંદાજમાં સહજ ભાવે કહેવામાં આવ્યું કે જયુભા વય મર્યાદા ના કારણે નિવૃત થાય પણ જેમ રાજકોટ વિભાગ અને વાંકાનેર ડેપો પ્રત્યે વફાદારી સાથે અને નિગમ તેમજ કર્મચારીઓ અને મુસાફરો માટે જે જેહમત મહેનત જયુભાએ કરેલ કાર્યો અને ભાવના, લાગણીઓમાંથી શીખી લેજો અને બધા કર્મચારીઓ એક પરીવાર તરીકે કાર્યો કરજો જેમાં કઈ પણ મદદની જરૂર હોય તો હું સહકાર આપવા તૈયાર છું.

જો આપ કપ્તાન ન્યૂઝના whatsapp ગ્રુપમાં જોડાવા ઇચ્છતા હો તો નીચેની લીંક પર ક્લિક કરીને જોડાઈ શકશો…

https://chat.whatsapp.com/BVfwVS51sUlJrrrTd3AtbE

આ સમાચારને શેર કરો