Placeholder canvas

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામેથી મોટર સાયકલ ચોરાયું

વાંકાનેર : તાલુકાના અરણીટીંબા ગામના રહેવાસી માથકીયા અલીભાઇ અમીભાઈ કોઈ કારણોસર તેમની બાજુના ગામ પીપળીયા રાજ ગયા હતા ત્યાં એમનું મોટરસાયકલ ચોરાઈ જતાં તેઓએ વાંકાનેર તાલુકા પોલીસ થાણે ફરિયાદ નોંધાવી છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામેથી અલીભાઇ અમીભાઇ માથકીયા, રહે.અરણીટીંબા તા.વાંકાનેર વાળાની માલિકીનું રૂપિયા 30 હજારની કિંમતનું હીરો ડીલક્ષ મોટર સાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી જતા અને તેમને ફરિયાદ નોંધાવતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો