પીઠ અને હાથે બટકા ભર્યા, 3 સંતાનોની માતા સાથે દુષ્કર્મ આચર્યું,
રાજકોટ: શહેરના વાવડી વિસ્તારમાં રહેતી 34 વર્ષીય ત્યક્તા દ્વારા જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામ ખાતે રહેતા બસના ડ્રાઈવર રાહુલ હુંબલ વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.ની કલમ 64(2)(M), 351(2), 115(2) સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે. રાહુલ હુંબલ દ્વારા ત્યક્તાને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી તેને શરીરના જુદા જુદા ભાગે બટકા ભરી મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.
પોલીસને આપેલી ફરિયાદમાં ત્યક્તાએ જણાવ્યું છે કે, તે હાલ સિલાઈ કામકાજ કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં હાલ તેને બે દીકરી અને દીકરો છે. પોતાની 15 વર્ષની દીકરીએ વર્ષ 2022 માં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ પોતે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેમજ પોતાના પતિને પણ દારૂ પીવાની લત લાગી જતા તેઓ કામ ધંધામાં ધ્યાન આપતા નહોતા. જેના કારણે પતિ પત્ની વચ્ચે બોલાચાલી પણ થતી હતી તેમજ સંબંધો પણ ખરાબ થવા લાગ્યા હતા. ત્યારે ત્યક્તાનો સંપર્ક રાહુલ હુંબલ નામના ડ્રાઈવર સાથે થયો હતો.
રાહુલ હુંબલ ત્યક્તાને વાતચીતમાં સાંત્વના આપતો હતો જેથી બંને વચ્ચેના સંબંધો ગાઢ બન્યા હતા. 5 જૂન 2022 ના રોજ પરિણીતા ટીનમસ ગામ ખાતે રાહુલ હુંબલના ઘરે તેના પરિવારજનોને મળવા માટે પણ ગઈ હતી. આમ બંને વચ્ચે પારિવારિક સંબંધો પણ શરૂ થયા હતા. દરમિયાન ત્યક્તાને તેનો પતિ દારૂ પી તેની સાથે માથાકૂટ કરતો હતો. ત્યારે રાહુલે તેણે કહ્યું હતું કે, “તું તારા પતિ સાથે છૂટાછેડા લઈ લે. શા માટે તું આ પ્રકારનું દુઃખ સહન કરશ?” રાહુલે ત્યક્તાને કહ્યું હતું કે, “તું છૂટાછેડા લઈ લે ત્યારબાદ હું તારી સાથે લગ્ન કરીશ અને તારા બાળકોનો પણ ધ્યાન રાખીશ.”
દરમિયાન જુલાઈ 2024 માં રાહુલ કોઈ કારણોસર રાજકોટ આવ્યો હતો ત્યારે ત્યક્તાના પતિ પણ કોઈ કારણોસર જામનગર ગયા હતા. ત્યારે રાહુલ દ્વારા પરિણીતાને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે કહેતા પરિણીતાએ ના પાડી હતી. જેથી રાહુલ દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ કહ્યું હતું કે, “તારા છૂટાછેડા થશે પછી આપણે સાથે જ રહેવાના છીએ તો આ પ્રકારનું કરવામાં કંઈ વાંધો નહીં.” દરમિયાન 23 સપ્ટેમ્બર 2024 ના રોજ ત્યક્તાના તેના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ તે પોતાના બાળકો સાથે એકલી જ રહેતી હતી. દરમિયાન રાહુલ અવારનવાર ત્યક્તાના ઘરે આવતો હતો તેમજ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો.
પીઠ અને હાથે બટકા ભર્યા
ઉલ્લેખનીય છે કે, 5 નવેમ્બર 2024 ના રોજ રાહુલ પરિણીતાના ઘરે ગયો હતો અને તેને સાથે શરીર સંબંધ બાંધવા જણાવ્યું હતું. પરંતુ ત્યક્તા દ્વારા ના પાડવામાં આવતા રાહુલ દ્વારા તેની સાથે બળજબરી કરવામાં આવી હતી. તેમજ ત્યક્તાના પીઠના ભાગે તેમજ જમણા ખભે બટકા ભર્યા હતા. તેમજ ધક્કો મારી કબાટમાં માથું ભટકાડી ઈજા પહોંચાડી હતી. તો સાથે જ ધમકી આપીને કહ્યું હતું કે, “છોટુ સમગ્ર મામલે કોઈને જાણ કરીશ તો હું તને જીવવા જેવી નહીં રહેવા દઉં. તેમજ ક્યાય મોઢું બતાવવા જેવી નહીં રહેવા દઉં.” તે પ્રકારની ધમકી આપી હતી. જેથી કંટાળીને તેણે આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

