Placeholder canvas

ટંકારાના નેકનામ નજીક મા-દીકરી દેશી દારૂ વેંચતી પકડાય

ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર કારખાના પાસે એક્ટિવા લઈને માતા – પુત્રી દેશી દારૂની હાટડી ખોલી વેપાર કરતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી દેશી દારૂના જથ્થા સાથે માતાપુત્રીને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામથી પડધરી જતા રોડ ઉપર રેડકો કારખાના પાસે એક્ટિવા મોટર સાયકલ રાખી નેકનામ ગામે રહેતા કમળાબેન ચમનભાઈ પરમાર તેમજ તેમની પુત્રી જયશ્રીબેન ચમનભાઈ પરમાર દેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી એક્ટિવામાથી 7 લીટર દેશી દારૂ ભરેલી 28 કોથળી કિંમત રૂપિયા 140 કબ્જે કરી ગુન્હાના કામે ઉપયોગમાં લેવાયેલ એક્ટિવા કિંમત રૂપિયા 20 હજાર કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

આ રેડ માં ટંકારા થાણા અમલદાર એમ જે ધાંધલ ડી સ્ટાફના જમાદાર ચેતન કડવાતર સહિતના મહિલા પોલીસ ધાડે ધાડા ઉતરી ગયા હતા અને ખ્યાતનામ ગણાતી જગ્યાએ રેડ કરી આરોપીને ઝડપી લિધા હતા આ દરમિયાન પોલીસ અને આરોપી વચ્ચે ભારે રકઝક થઈ હોવાનુ અને મહિલા અગાઉ પણ પોલીસને ડરાવવાની કે છટકવા માટે અનેક પેતરા અજમાવયા હોવાની વિગતો સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યુ છે.

આ સમાચારને શેર કરો