Placeholder canvas

મોરબીના SP એસ.આર. ઓડેદરાની બદલી,નવા SP રાહુલ ત્રિપાઠી

મોરબી : વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારે એક સાથે 77 આઇપીએસ અધિકારીઓની બદલીનો ઘાણવો ઉતાર્યો છે. જેમાં મોરબી જિલ્લાના એસપી સુબોધ ઓડેદરા સીઆઈડી ક્રાઇમમાં મુકાયા છે. જ્યારે મોરબી એસપી તરીકે ગીર સોમનાથથી રાહુલ ત્રિપાઠીને મૂકવામ આવ્યા છે.

આજે 77 આઇપીએસ અધિકારીઓની બદલી રાજયના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના પોલીસ વડા એસ.આર. ઓડેદરાની સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે મોરબી જિલ્લાના નવા પોલીસ વડા તરીકે ગીર સોમનાથ જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીને મુકવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો