મોરબી-વાંકાનેર વચ્ચેની ડેમુ ટ્રેનો આજથી શરૂ…
મોરબી : ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચી હોય મોરબી-વાંકાનેર અને વાંકાનેર-મોરબી વચ્ચે દોડનારી 10 ડેમુ ટ્રેન રદ કરવામાં આવી હતી. આ ટ્રેનો આજથી શરૂ થશે.
મોરબી જિલ્લા કલેકટરના આદેશ અનુસાર આગામી 30 તારીખ સુધી મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન રદ્દ કરી દેવામાં આવી હતી. પણ હવે પાણી ઓસરી જતા જિલ્લામાં પરિસ્થિતિ સામાન્ય થવા લાગી હોય આજ તા.31થી ડેમુ ટ્રેનો રાબેતા મુજબ શરૂ થઈ જશે.

