મોરબી: 5 વર્ષની માસૂમ બાળા ઉપર નરાધમે હેવાનીયતભર્યું દુષ્કર્મ આચાર્યુ.

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી 5 વર્ષની માસૂમ બાળાની એકલતાનો લાભ લઇ પાડોશી શખ્સે મંદિર પાસે અવાવરું સ્થળે બાળકીને લઈ જઈને હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. 5 વર્ષની પુત્રી જેવડી માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર આ નરાધમ પર ચારેકોરથી ફિટકાર વરસી રહ્યો છે. આ બનાવની જણ થતા ડીવાયએસપી અને બી ડિવિઝન પીએસઆઇ સહિતની ટિમ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.

મળેલ માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા એક પરિવારની પાંચ વર્ષની માસૂમ પુત્રી ગઈકાલે ઘરે એકલી હતી. ત્યારે પાડોશમાં રહેતા રવિ પરમસુખ બદેલ નામના શખ્સે આ પુત્રી જેવડી માસૂમ બાળકી પર નજર બગાડીને તેને આ વિસ્તારના નજીકના મંદિર પાસે લઈ જઈને હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યું હતું.

બાળકીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી છે. આ બનાવ અંગે આજે માસૂમ બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે આરોપી નરાધમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો