skip to content

મોરબીમાં વધુ એક હત્યા: લખધીરપુર રોડ પરના કારખાનામાંથી યુવાનની લાશ મળી

મોરબીના લખધીરપુર રોડ ઉપર કારખાનાની ઓરડીમાથી ગાળા ઉપર ઇજા પામેલ હાલતમાં યુવાનની લાશ મળી

મોરબી : મોરબીમાં વધુ એ હત્યાનો બનાવ સામે આવ્યો છે. મોરબીના લખધીરપુર રોડ ઉપર ગ્રાન્ડ વૈભવ હોટેલ નજીક એક કારખાનામાં મધ્યપ્રદેશના શ્રમિકની છરીના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

બનાવની મળેલી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર હોટેલ વૈભવ નજીક આવેલ રેડિયન્ટ નામના કારખાનામાં લેબર ક્વાટર્સમાં મજૂરની લાશ હોવાની જાણ થતા મોરબી બી ડિવિઝન પોલીસ સ્થળ ઉપર પહોચી હતી, મૃતક યુવાનના ગાળા ઉપર ઇજાના નિશાન જોવા મળેલ છે જેથી તેની હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા છે. મૃતક યુવાનનું નામ જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રા હોવાનું સામે આવ્યું છે અને હાલમાં તેની બોડીને પીએમ માટે ખસેડવામાં આવી છે. પોલીસે વઘુ તપાસ શરૂ કરી છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/HXliag8B84XL9mfPm5VcmV

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો